
ચોકીદાર બાવા ની દરગાહ ગુજરાત રાજ્ય પોલીસની સંપત્તિ
અમદાવાદ: (વસંત મહેતા દ્વારા ) શહેરના ચંડોળા તળાવના ચારે તરફના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરીનો બીજો તબક્કો ચાલી રહ્યો હતો,. બીજા તબક્કામાં શાહઆલમથી નારોલ તરફ જતો રસ્તો જ્યાં પહેલા બસમાં મુસાફરી કરો તો આખું ચંડોળા તળાવ શિંગોડા સહિત અનેક વનસ્પતિઓ, પક્ષીઓથી ભરેલું દેખાતું ધીરે-ધીરે ગેરકાયદેસર બાંધકામ ના કારણે આ અત્યંત સાંકડા બની ગયેલા માર્ગ પર (અત્યારે રસ્તો ખુલી ગયો છે) આવેલી એક દરગાહ પર લખ્યું છે ‘ ગુજરાત રાજ્ય પોલીસની સંપત્તિ..આ એક સુરક્ષા યંત્ર છે. આની સાથે ચેડા કરવા એ ફોજદારી ગુન્હો બને છે. ચોકીદાર બાવાની દરગાહ..’
એની પર આ લખાણની સાથે એક જૂના જમાનાનો ગુજરાત રાજ્ય પોલીસનો એક સિક્કો પણ લગાડવામાં આવ્યો છે. જે ઐતિહાસિક અમદાવાદ શહેરની પોળોમાં જ્યારે હેરિટેજ વોક પર જાઓ તો અનેક ઇમારતો પર જોવા મળે છે