
મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, રાજેશ ભોજક સહિત સમાજ ના વિવિધ અગ્રણીઓ આ ઉજવણી માં દેશભક્તિના રંગે રંગાયા.નાયક ભોજક વ્યાસ સમાજ પણ વર્ષોથી દેશભક્તિના અગ્રેસર રહ્યાં છે.તેઓએ દેશભક્તિના વિવિધ પ્રકારના કાર્યક્રમો,આંદોલનો, સમાજ સુધારણા માં ભાગ લીધો છે.પણ ક્યારેય નામના મેળવવાની કોશિશ નથી કરી.અત્યારે ભાવિ પેઢી ની જાગૃતિ માટે તેઓ દેશભક્તિનો પ્રચાર કરી રહ્યાં છે. મુંબઈ સહિત ગુજરાત માં સમાજના અગ્રણીઓ એ ૧૫ ઓગસ્ટની ઉજવણી કરી હતી.
આઝાદી ના આ મહોત્સવના દિવસે એક જૂની યાદ તાજા થઈ.. વિસનગર વતન, મુંબઈ બોરીવલીના રહેવાસી સ્વ વિમલકાંત તથા ચંપકલાલ ભોજક (સુપુત્ર સ્વ જીવણલાલ હાથી ભાઈ ભોજક) ના લગ્ન ૧ મે,૧૯૪૭ ના રોજ થયા હતા જેમની લગ્ન કંકોત્રીના કવર પેજ પર અખંડ ભારતનો નકશો,સુભાષ ચંદ્ર બોઝ નો ફોટો અને જય હિન્દ શબ્દ અંકિત હતા. ડૉ રાજેશ ભોજક સિનિયર પત્રકાર ચંપકલાલ ભોજક ના પુત્ર છે..
શ્રી મયંક નાયક પણ રાજ્યસભાના સાંસદ છે.. ને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.