વડાપાવ શિવસેનાની દેન.. દાદર ના બટાટા વડા અને પાવની વાત

Worldwide Views: 47
0 0
Spread the love

Read Time:6 Minute, 43 Second

દાદર રેલવે સ્ટેશન થી શરૂ થયેલ વડાપાઉ આજે આખા ભારતમાં ખૂણે ખૂણે વેચાય છે..::70 ના દાયકામાં વડાપાવ ની કિંમત 20 પૈસા હતી….
અમદાવાદ : (વસંત મહેતા દ્વારા ) વડાપાઉ ઇતિહાસ: વડાપાઉ નુ મુંબઇ સાથે શું છે કનેકશન, વડાપાઉ ના ઉદભવનો ઇતિહાસ :વડાપાઉ ઇતિહાસ: વડાપાઉ નુ નામ આવે એટલે મુંબઇ તરત યાદ આવે. મુંબઇ અને વડાપાઉ એકબીજા ના પર્યાય બની ગયા છે. મુંબઇ મા લોકલ ટ્રેનમા ઉભા ઉભા કે સ્ટેશન પર બસ,ટ્રેન ની રાહ જોતા જોતા વડાપાઉ ખાતા લોકો તમને અચુક જોવા મળશે. પણ શું તમને ખબર છે આ વડાપાઉ નો ઉદભવ કેવી રીતે થયો ? વડાપાઉ નો ઇતિહાસ શું છે ? વડાપાઉ અને મુંબઇ ને શું કનેકશન છે ? ચાલો જાણીએ વડાપાઉ ના ઉદભવની રોચક કહાની
મુંબઇ ના વડાપાઉ
વડાપાઉ અને પાઉભાજી લોકોની પ્રીય વાનગીઓ હોય છે. ભાગ્યે જ કોઈ માણસ એવું નીકળે જેને ચટાકેદાર વડાપાઉ અને ભાજીપાઉ ભાવતા ન હોય. આ બંને વાનગી આખા દેશમાં સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ વાનગી છે. મહારાષ્ટ્રમાંથી ઉદભવનારી આ બન્ને વાનગી હવે તો આખા દેશના ખુણે ખુણે મળે છે. જો કે મુંબઇ ના વડાપાઉ નો ટેસ્ટ જ કઇક અનોખો હોય છે. સ્વાદ ના શોખીનો વડાપાઉ અને ભાજીપાઉની ઉત્સાહથી મોજ માણતા હોય છે પરંતું વડાપાઉ વાનગી ક્યાથી આવી અને તેનો ઇતિહાસ શું છે તે ભાગ્યે જ કોઇને ખ્યાલ હશે. આજે આપણે વડાપાઉ અને પાઉભાજી ના ઉદભવની કહાની જાણીશુ. જાણો કઈ રીતે ભારતમાં થઈ વડા પાઉં અને પાઉંભાજીની એન્ટ્રી.
વડાપાઉ ઇતિહાસ:મુંબઈ એટલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઉદ્યોગ જગતના કારણે આખા વિશ્વમા જાણીતું છે તેટલું જ તેના વડાપાઉના કારણે પણ ફેમસ છે. વડાપાઉ ની શોધનો નો શ્રેય મુંબઈના સામાન્ય પરિવારમાંથી આવતા અશોક વૈધને મળે છે. વર્ષ 1966 નો તે સમય હતો જ્યારે મુંબઈમાં શિવસેના ની નવી નવી શરૂઆત તહઇ હતી. આ અશોક વૈધ પણ તે સમયે શિવસેનાના કાર્યકર હતા. તે સમયે શિવસેનાના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરે હતા. બાલાસાહેબ દરેક કાર્યકરને નાના મોટા વ્યવસાય સાથે જોડાવાની શીખ આપતા રહેતા હતા. બાલાસાહેબ ઠાકરેની આ પ્રેરણાથી અશોક વૈધે દાદર રેલવ્ સ્ટેશન પર બટાકાવડા (આલુ વડા) નો એક નાનકડો સ્ટોલ શરૂ કર્યો.અશોક વૈધ બટાકાવડાનું વેચાણ કરી ગુજરાન ચલાવતા હતા. દરરોજ બટાકાવડા વેચતા વૈધને એક વખત અખત્તરો કરવાનું સૂઝ્યું. અશોક વૈધે તેની પાસે જ કેટલાક પાઉ લીધા. આ પાઉને ચપ્પાથી વચ્ચેથી કાપી અને તેની વચ્ચે બટાકાવડા મૂકી દીધા. આ પ્રયોગાત્મક વાનગીને વધુ ટેસ્ટી બનાવવા અશોક વૈધે લાલ મરચુ અને લસણની ચટણી તથા લીલા મરચા સાથે લોકોને આપવા લાગ્યા. મહારાષ્ટ્રીયન લોકોને સ્વાદમા તીખુ તમતમતું ખાવું પહેલેથી પસદ હતું તેથી તેમને અશોક વૈધે બનાવેલી આ નવી વાનગી પસંદ આવવા લાગી. આ અશોક વૈધના વડા અને પાઉ જોતજોતામાં આખા મુંબઇ મા ખૂબ લોકપ્રિય થવા લાગ્યા. કેટલાક વર્ષોમાં અન્ય લોકો પણ વડાપાઉ બનાવવા લાગ્યા. .વર્ષ 1998માં અશોક વૈધના નિધન બાદ તેમના પુત્ર નરેન્દ્ર વૈધે આ વારસો સંભાળ્યો. ત્યારે દાદર રેલવે સ્ટેશનથી શરૂ થયેલો વડાપાઉનો ટેસ્ટ ન માત્ર મુંબઇ પરંતું હવે તો આખા ભારત ના ખુણે ખુણે ફેલાઈ ગયો. 70 ના દાયકામાં એક વડાપાઉની કિંમત માત્ર 20 પૈસા હતી. આજે પણ ભારતની સૌથી સસ્તી સ્ટ્રીટ વાનગીમાં વડાપાઉનો સમાવેશ થાય છે. વડાપાઉ પર એક ‘વડાપાઉ ઈંક’ નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બની હતી જેને મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ કરવામાં આવી હતી..પાઉભાજીનો ઇતિહાસ :વડાપાઉની જેમ જ મુંબઈના સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડની વાત કરવામાં આવે તો પાઉભાજી પણ એટલી જ ફેમસ છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં માણેકચોકની ભાજીપાઉ ખુબ જ પ્રખ્યાત છે. ચટપટી ભાજીપાઉનો સ્વાદ એટલો ટેસ્ટી હોય કે કોઈપણ આંગળી ચાટતા રહી જાય. પાઉભાજી સ્વાદિષ્ટ છે તેનો ઈતિહાસ તેટલો જ રસપ્રદ છે.:વર્ષ 1861-65 દરમિયાન અમેરિકાના ગૃહયુદ્ધ દરમિયાન કોટનની ડીમાન્ડ વધી હતી. તેને લઈ મુંબઈમાં કાપડ મિલોમાં દિવસ રાત જોયા વિના ઉત્પાદન કરવુ પડતુ હતુ. સતત ઉત્પાદન કરવા માટે મજૂરો મિલમાં દિવસ રાત કામ કરતા હતા. સતત કામના કારણે મજૂરોનો સમય ખાવા માટે બચી શકતો નહોતો. તે સમયે સ્ટ્રીટ ફૂડ અને વેન્ડર્સની કમાણી પણ ઘટી ગઇ હતી. તે સમયે સમય બચાવવા લોકોએ નવી ડિશ શોધી લીધી. બટાકા અને ટામેટાને મિક્સ કરી શાક બનાવી દીધું અને તેને પાઉ સાથે લોકોને પીરસવામાં આવ્યું. આ વાનગી મજૂરોને ખુબ જ સ્વાદિષ્ટ લાગી. મજૂરો આ વાનગી ખાઇ લેતા અને ત્યારબાદ કામ પર પાછા લાગી જતા. ભાજીપાઉ ખાવાના કારણે તેમને ઊંઘ આવી નહીં સાથે આ વાનગીની કિંમત પણ બહુ ઓછી હતી. આ સ્વાદિષ્ટ વાનગી લોકોને ખુબ જ પસંદ આવવા લાગી. ભાજીપાઉ નો ટેસ્ટ ધીમે ધીમે મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ આખા દેશમાં ફેલાઇ ગયો.

Dr Rajesh

About Post Author

Dr Rajesh

Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
  • Dr Rajesh

    Dr Rajesh

    Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc

    Related Posts

    गुजरात के विशेष जन्माष्टमी उत्सवों ने भक्ति, संस्कृति और आनंद की लहर से आर्ट ऑफ लिविंग इंटरनेशनल सेंटर में धूम मचाई”

    Spread the love

    Spread the love          प्रेस विज्ञप्ति **गुजरात के विशेष जन्माष्टमी उत्सवों ने भक्ति, संस्कृति और आनंद की लहर से आर्ट ऑफ लिविंग इंटरनेशनल सेंटर में धूम मचाई” बेंगलुरु, 18 अगस्त, 2025: आर्ट…


    Spread the love

    सात देशों के 2700 धावकों ने लगाई दौड़, दो हजार फिनिश पाइंट तक पहुंचे:7वीं दादी प्रकाशमणि आबू इंटरनेशनल हाफ मैराथन आयोजित

    Spread the love

    Spread the love           17 अगस्त 2025 सात देशों के 2700 धावकों ने लगाई दौड़, दो हजार फिनिश पाइंट तक पहुंचे आबूरोड। 7वीं दादी प्रकाशमणि आबू इंटरनेशनल हाफ मैराथन में रविवार…


    Spread the love

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    गुजरात के विशेष जन्माष्टमी उत्सवों ने भक्ति, संस्कृति और आनंद की लहर से आर्ट ऑफ लिविंग इंटरनेशनल सेंटर में धूम मचाई”

    गुजरात के विशेष जन्माष्टमी उत्सवों ने भक्ति, संस्कृति और आनंद की लहर से आर्ट ऑफ लिविंग इंटरनेशनल सेंटर में धूम मचाई”

    सात देशों के 2700 धावकों ने लगाई दौड़, दो हजार फिनिश पाइंट तक पहुंचे:7वीं दादी प्रकाशमणि आबू इंटरनेशनल हाफ मैराथन आयोजित

    सात देशों के 2700 धावकों ने लगाई दौड़, दो हजार फिनिश पाइंट तक पहुंचे:7वीं दादी प्रकाशमणि आबू इंटरनेशनल हाफ मैराथन आयोजित

    रक्त दान – महादान।

    रक्त दान – महादान।

    મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    મુંબઈ  સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    કૃષ્ણ પરમ આનંદ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર કહે છે…દરેક આનંદની શોધમાં ઈશ્વર જ સર્વસ્વ છે..

    કૃષ્ણ પરમ આનંદ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર કહે છે…દરેક આનંદની શોધમાં ઈશ્વર જ સર્વસ્વ છે..