
નાયક ભોજક બ્રાહ્મણ સમાજ ના ભાઈ ઓ અને શ્રી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ સમાજ સાથે મળી ગયા વર્ષની જેમ યુવાનો દ્વારા આયોજિત રક્ષાબંધન પર્વ પર સમૂહ યજ્ઞોપવિત ધારણ ( બદલવા ) કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. બોરીવલી સ્થિત નેશનલ પાર્ક ખાતે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
જ્ઞાતિજનો અને બંને સમાજ ના ભાઇઓ એ આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર ભાગ લીધો હતો.
૧૬ સંસ્કારો માંથી એક એટલે યજ્ઞોપવિત અને આપણાં શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ નારિયેળી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન ના દિવસે શાસ્ત્રોક્ત પદ્ધતિથી યજ્ઞોપવિત બદલવાનું અનેરું મહત્ત્વ છે આ સામુહિક કાર્યક્રમ શનિવારે તા-૦૯-૦૮-૨૦૨૫ ના રોજ સવારે યોજાયો હતો.
નેશનલ પાર્ક ના ગેટ પાસે સૌ ભેગા થયા હતા ત્યારબાદ સૌ સાથે મળી નૂતન યજ્ઞોપવિત ધારણ કરી અંદર ના બ્રહ્મજ્ઞાન ને સતેજ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્ય શાસ્ત્રી :- શ્રી અશોકભાઈ બાલકૃષ્ણ ઠાકર દ્વારા આ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
સ્થળ :~ નેશનલ પાર્ક મુખ્ય વન સંરક્ષક કાર્યાલય (ઘંટા ઓફિસ)ની સામે, નદી પૂલ થી આગળ, નેશનલ પાર્ક, બોરીવલી ના સ્થાનિક સરનામે આ પવિત્ર દિવસ ઉજવાયો હતો.
આવનારા દરેક ને (ગણપતિ,વિષ્ણુ,શીવલીંગ લેતા આવશો તો પોતે પણ અભિષેક કરી શકશો) તાંબા નો કળશ, પંચપાત્ર, તરભાણું, આચમની,ઘમચો કે ટુવાલ સાથે લાવ્યા હતા.
પૂજા ની બાકી બધી સામગ્રી આયોજકો દ્વારા આપવામાં આવી હતી.
નેશનલ પાર્ક ની ફ્રી એન્ટ્રી કરવાનાં પ્રયત્નો આયોજક દ્વારા કરવામાં આવ્યા હતા.
નામ નોંધાવવા માટે નીચે જણાવેલ વ્યક્તિઓ ની મદદ પ્રાપ્ત થઈ હતી.
ગૌરાંગ ભાઈ નાયક: 9870133161
વિશાલ ભાઈ નાયક : 9892510121
ધર્મેન્દ્ર ભાઈ નાયક
98204 89923
ઓઝા સમાજ 9323126065, 7718994426 9820492411,
989243 8488
ગયા વર્ષે ખૂબ જ સફળ આયોજન થયુ હતું જેમાં ફળ આહાર સાથે આયોજન હતુ