
એક સમયે કાલુપુરની ટંકશાળમાં આવેલ હવેલીમાં સિક્કાઓ પડતા હતા…! અમદાવાદ :(વસંત મહેતા દ્વારા ) અમદાવાદ શહેરમાં કુલ 12 દરવાજાઓ આવેલા છે જેમાં જમાલપુર દરવાજા, આસ્ટોડીયા દરવાજા, ત્રણ દરવાજા, રાયપુર દરવાજા, સારંગપુર દરવાજા પાંચકુવા દરવાજા, કાલુપુર દરવાજા, પ્રેમ દરવાજા,દરિયાપુર દરવાજા,દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, અને ખાનપુર દરવાજા (શાહપુર માં દરવાજો છે નહીં ) કાલુપુર દરવાજાની અંદર આવેલા ટંકશાળ માં 20 મીટર દૂર બંધ હાલતમાં એક હવેલી જોવા મળે છે એને જોતા ખબર પડી જાય કે એ વખતે અમદાવાદની જાહોજલાલી કેવી હશે?.. કાલુપુરના આ ટંકશાળ વિસ્તારમાં એક સમયે ચલણી સિક્કા પાડવાનું રાજ્ય હેઠળ નું અધિકૃત તંત્ર કાર્યરત હતું. મોગલ સમયમાં મહત્વ વિશેષ હતું. અકબર સહિત મોગલ બાદશાહ અહીં સોના ચાંદી અને તાંબાના સિક્કા પડાવવા આવતા હતા એટલે કદાચ અહીં આ વિસ્તારનું નામ ટંકશાળ પડ્યું હશે! આજે પણ કાળુપુર ટંકશાનું નામ સૌ કોઈના હોઠે છે કારણ કે આ વિસ્તારમાં પતંગોનું વેચાણ વધુ થાય છે અને તેમજ આ વિસ્તારમાં અનેક નાની મોટી ચીજ વસ્તુઓ પણ મળી આવે છે તથા આજે આ પોળો મુખ્ય બજારના રૂપમાં ફેરવાઈ ગઈ છે આજે પણ અહીં ભરતકામ કોસ્મેટીક સ્ટેશનરી ઓક્સાઇઝના દાગીના જેવી વસ્તુઓ તેમજ રમકડા ડીટેલ તથા હોલસેલના ભાવે મળી આવે છે આજે અહીં પોળોમાં કેટલીક ચીજ વસ્તુઓના ગોડાઉનનો પણ બની ગયા છે. તો વળી એ સમયે આ વિસ્તારમાં નગરના ફેસ્ટીઓના નિવાસસ્થાન પણ હતા પોળો વસ્તીથી ધમધમતી હતી. 20 મીટર લાંબી અને લાકડામાં કરેલી અદભુત કલાકારીગરીથી ભરપૂર હવેલી આ હેરિટેજ અમદાવાદનું એક આકર્ષણ છે.