
ગુજરાતના કેટલાક જાણ્યા અજાણ્યા હિન્દુ મંદિરો વિશે જાણીએ…… અમદાવાદ : (વસંત મહેતા દ્વારા ) ઉત્તર ગુજરાતમાં ગુજરાતના સૌથી પ્રાચીનતમ હિંદુ મંદિરો –સ્મારકો આવેલા છે ઘણા વિષે આપણે જાણીએ છીએ તો ઘણા વિષે આપણે નથી જાણતા હોતાં કે નથી આપણે જોયાં પણ હોતાં તો આવો અમે તમને આવા સ્થાનો વિષે જણાવવાનો પ્રયાસ કરીએ
ઉત્તર ગુજરાત- સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર આ ઐતિહાસિક સ્મારકો અને મંદિર સંકુલો ઠેર ઠેર ઠેકાણે આવેલા જ છે એમાનું એક ખેડ-રોડા સ્મારક સમૂહ સંકૂલ અથવા રોડાના મંદિરો
ખેડા -રોડા સ્મારક સમૂહ સંકૂલ અથવા રોડાના મંદિરો ચોમાસા દરમિયાન ખળ ખળ વહેતાં ઝરણા કે જે પાછળથી હાથમતી નદીને જઈને મળે છે ત્યાં સ્થિત છે આ ખેડ-રોડા સ્મારક સમૂહ સંકૂલ અથવા રોડાના મંદિરો તે સાબરકાંઠા જિલ્લાના રાયસિંગપુરા (રોડા) અને ખેડ-ચાંદરણી ગામોની વચ્ચે હિંમતનગરથી ૧૮ કિમીના અંતરે આવેલા છે. રોડા શબ્દનો અર્થ ગુજરાતીમાં ઈંટના ટુકડાઓ થાય છે. આ સ્થળનું નામ તેના ખંડેરો તેમજ તેની નજીકના ગામ પરથી ઉતરી આવ્યું છે આ સ્થળની શરૂઆતી પુરાતત્વીદોને જાણ નહોતી. તેનો અભ્યાસ ૧૯૨૬માં પી. એ. ઇનામદાર અને ત્યારબાદ યુ.પી. શાહ અને એમ. એ. ઢાંકીએ ૧૯૬૦ના દાયકામાં કર્યો હતો. ઢાંકીએ આ સ્મારકોને સોલંકી શૈલીના મંદિર સ્થાપત્ય શૈલીના પ્રપિતામહ ગણાવ્યા હતા, જે મારુ-ગુર્જર તરીકે ઓળખાતા હતાપ્રથમ જે શિવ મંદિર છે( પક્ષી મંદિર પાસે ) તેને નિરંધર મંદિર કે જેને એનાં બાંધકામ અનુસાર દ્ધિ –અંગ મંદિર પણ કહેવાય છે એ એની જગતિથી પૂર્વ દિશાએ સ્થિત છે એનું મુખ પૂર્વ દિશા તરફનું છે એટલે એમાં વાસ્તુશાસ્ત્રનો નિયમ પણ સંમિલિત છે એના દરવાજા પાસેનો મંડપ એ પ્રાગ – ગ્રીવા શૈલીનો છે જ ચાર સ્તંભોનો બનેલો છે અને મંડપ અંદરથી ચોરસ છે આની જાગતી એ ભીંત અને પાતિકા સાથે સંલગ્ન છે બહારની દીવાલો એ શિલ્પ કલાકૃતિઓથી શણગારાયેલી છે સુશોભિત કરાયેલી છે એટલે જ આ મંદિર સુંદર જોવાલાયક છે આનો મંડપ એ ફાસન પ્રકારની છત ધ્વારા સુરક્ષિત કરાયેલો છે શિવ મંદિર : આ મંદિરમાં આજે પણ પૂજા અર્ચના થાય છે આ મંદિર તરી-અંગ શૈલિ નું છે વિષ્ણુ મંદિર :આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે એનાં ગર્ભગૃહની દીવાલ પર નરસિહના શિલ્પો છે જે આખા ગુજરાતમાં ભાગ્યેજ કોઈ જગ્યાએ જોવા મળે છે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ અને વરાહ અવતારના પણ શિલ્પો અહી જોવા મળે છે લાડુશાહ કુંડ :મંદિરોની સામે જ એક મોટો કુંડ આવેલો છે જે મોઢેરાનાં સુર્ય કુંડની યાદ અવશ્ય અપાવે છે આ કુંડ ચતુષકોણીય છે અને તેના ચારે ખૂણે નાની નાની દેરીઓ જેવા મંદિરો સ્થિત છે આ કુંડને લાડુશાહ કુંડ કહેવામાં આવે છે કુંડ ઉત્તર બાજુએથી નુકશાન પામ્યો છે. અહીં નાનાં પ્રાંગણ સાથે ચાર દેવસ્થાનો કુંડના ચાર ખૂણે આવેલા છે. તે સપ્તમાતૃકા, વિષ્ણુ, ગણેશ અને દેવીઓને સમર્પિત છે નવગ્રહ મંદિર : આ મંદિરમાં નવગ્રહનાં શિલ્પો હોવાના કારણે નવગ્રહ મંદિર કહેવામાં આવે છે મંડપમાં બહુ જ સુંદર અપ્સરાઓની શિલ્પાકૃતિઓ છે એનાં દરવાજા પર પણ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણેનાં શિલ્પોથી શણગારાયેલ છે આ મંદિરની આજુ બાજુ અસંખ્ય અવશેષો છે શીલપોના : આના સ્તંભોની એક ખાસ વિશેષતા એ છે કે તે અડધાં માટીમાં અને અડધાં બહાર એની પર સુર્ય -ચંદ્ર – યુદ્ધ કરતાં સૈનિકો અને શિવલિંગની પૂજા કરતો ભક્ત છે
શિવ મંદિર (નવગ્રહ મંદિર પાસે ): આખા મંદિર સંકુલનું સૌથી મોટામાં મોટું મંદિર છે એ ભગવાન શિવજીને સમર્પિત છે અહી માં ચામુંડાના શિલ્પો દીવાલની જમણી બાજુએ જોઈ શકાય છે સાત દરવાજા વાળા આ મંદિરમાં ભાગ્યે જ જોવાં મળતી ભગવાન લકુલીશ અને લલત બિંબની શિલ્પકૃતિઓ છે જેના થાંભલા પર કોઈપણ જાતનું શિલ્પાકન થયેલું જ નથી સીધાંસાદા દરવાજાઓ પર વિસ્તૃત કોતરણી જોવા મળતી નથી મંદિરમાં ગર્ભગૃહ પણ છે આ મંદિર ગુજરાતમાં આવેલ ભૂકંપમાં ખંડિત થઈ ગયું હતું ઉપરોક્ત માહિતી વિવિધ માધ્યમો માંથી સંકલિત છે