
અમદાવાદના ભીડ ભરચક વાળા માણેકચોકમાં સંત કબીર મંદિર આવેલ છે અમદાવાદ 🙁 વસંત મહેતા દ્વારા )
ઐતિહાસિક ગણાતા એવા અમદાવાદ શહેરના બાર મુખ્ય દરવાજાઓની અંદર કંઈક કેટલાય મંદિરો તેમજ ધર્મસ્થાન આશ્રમો આવેલા છે જેનાથી કદાચ આપ અજાણ હશો અમે આપને આવા મંદિર આશ્રમોની માહિતી આપવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ જે કદાચ આપ સૌને ગમશે એવું મારું પોતાનું માનવું છે. છેલ્લા 25 વર્ષની અંદર અમદાવાદનો વિકાસ એટલો બધો વધી ગયો છે કે કોટની અંદર આવેલ વિસ્તાર અને તેમાં આવેલા મંદિરો સ્થાનકો આજની યુવા પેઢીને ખબર પણ નથી અમે યુવા પેઢીને આ જાણકારી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે લાલ દરવાજા વસંત ચોક ખાતે આવેલ ગણપતિ મંદિર, ત્યારબાદ રીલીફ રોડ ઉપર આવેલ કાળા રામજી મંદિર, અમદાવાદના પ્રવેશદ્વાર ગણાતા એવા નારોલ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર તો વળી શહેરમાં એકદમ ભીડભાડ વાળા વિસ્તાર એવા માણેકચોકથી સાંકડી શેરી તરફ જતા સદમાતાની પોળ નજીક સંત કબીર સાહેબનું મંદિર આવેલ છે, તેમજ ખાડિયા ચાર રસ્તા વિસ્તારની જેઠાભાઇની પોળની સામે શ્રી કબીર આશ્રમ પણ આવેલો છે, જે એક હેરિટેજ ઇમારત છે. સંત કબીર એક મહાન સંત કવિ હતા. એમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ , મુસ્લિમ ધર્મ તથા સૂફી પંથમાં જોવા મળે છે. ધર્મનગરી કાશીના લહતવાર પાસે સંત કબીરનો જન્મ થયો. એમના જન્મ અને ઉછેર વિશે અનેક લોક વાયકાઓ છે.