
ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા દ્વારા અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજનઅમદાવાદ, 6 જુલાઈ, 2025: ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા દ્વારા તારીખ 6 જુલાઈ, 2025ના રવિવારે સવારે 9:00 થી 11:00 વાગ્યા દરમિયાન મણિપુર ગામ, અમદાવાદ સ્થિત સેવા અકાદમી પ્રાંગણમાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો, જેમાં શાખાના હોદ્દેદારો, સભ્યો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.વધુ માહિતી આપતા મીડિયા સંયોજક ડૉ રાજેશ ભોજક ને જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં આશરે 300 વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા, જે બોપલ શાખાના સભ્યો દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા હતા. પર્યાવરણના જતન અને સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં સૌએ સામૂહિક રીતે યોગદાન આપ્યું. આ પ્રસંગે દેવ શયની એકાદશીને ધ્યાનમાં રાખીને ફરાળી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સૌએ સાથે મળીને આનંદ માણ્યો.કાર્યક્રમનું સંયોજન અને નેતૃત્વ
આ કાર્યક્રમનું સંયોજન શ્રી સતીશ ભાઈ ઠાકરે કર્યું હતું, જ્યારે સહ-સંયોજક તરીકે પ્રો. મયુરભાઈ વાંઝા, શ્રી રવિભાઈ લાલચંદાની અને શ્રી પંકજભાઈ વ્યાસે ફાળો આપ્યો. પર્યાવરણ સંયોજક તરીકે શ્રી રાજેશસિંહ પ્રજાપતિ, પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાખોલીયા, મંત્રી શ્રી નીરવભાઈ ભટ્ટ, ખજાનચી શ્રી ભાવેશભાઈ ઠક્કર અને મહિલા સંયોજીકા શ્રીમતી પાયલબેન વ્યાસ સહિત અન્ય સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આયોજનમાં યોગદાન ચા/કોફી અને નાસ્તા સ્પોન્સર: શ્રી ધર્મેન્દ્રભાઈ પરમાર
વૃક્ષ સ્પોન્સર: બોપલ શાખાના સભ્યો
સંસ્થા આયોજક: ગ્રીન લીફ ટ્રસ્ટ
ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા દ્વારા પર્યાવરણ જાગૃતિ અને સમાજસેવાના આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રકારના પ્રયાસો પર્યાવરણના સંરક્ષણમાં મહત્વનો ફાળો આપે છે અને સમાજમાં જાગૃતિ ફેલાવે છે.સંપર્ક માટે:
ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા
Press Release in Hindi
भारत विकास परिषद, बोपल शाखा द्वारा अहमदाबाद में वृक्षारोपण कार्यक्रम का सफल आयोजनअहमदाबाद, 6 जुलाई, 2025: भारत विकास परिषद, बोपल शाखा द्वारा दिनांक 6 जुलाई, 2025 को रविवार सुबह 9:00 से 11:00 बजे तक मणिपुर गांव, अहमदाबाद स्थित सेवा अकादमी प्रांगण में एक भव्य वृक्षारोपण कार्यक्रम का आयोजन किया गया। यह कार्यक्रम भारत विकास परिषद के स्थापना दिवस के उपलक्ष्य में आयोजित किया गया, जिसमें शाखा के पदाधिकारियों, सदस्यों और उनके परिवारजनों ने उत्साहपूर्वक भाग लिया। अधिक जानकारी देते हुए मिडिया संयोजक डॉ राजेश भोजक ने बताया कि ईस कार्यक्रम में लगभग 300 वृक्षों के पौधे रोपे गए, जिन्हें बोपल शाखा के सदस्यों द्वारा प्रायोजित किया गया था। पर्यावरण संरक्षण और संवर्धन के उद्देश्य से आयोजित इस कार्यक्रम में सभी ने सामूहिक रूप से योगदान दिया। इस अवसर पर देव शयनी एकादशी को ध्यान में रखते हुए फराली नाश्ते का भी आयोजन किया गया, जिसका सभी ने एक साथ आनंद लिया।कार्यक्रम का संयोजन और नेतृत्व
इस कार्यक्रम का संयोजन श्री सतीश भाई ठाकर ने किया, जबकि सह-संयोजक के रूप में प्रो. मयूरभाई वांझा, श्री रवि भाई लालचंदानी और श्री पंकजभाई व्यास ने योगदान दिया। पर्यावरण संयोजक के रूप में श्री राजेशसिंह प्रजापति, अध्यक्ष श्री प्रवीणभाई राखोलिया, मंत्री श्री नीरवभाई भट्ट, कोषाध्यक्ष श्री भावेशभाई ठक्कर और महिला संयोजिका श्रीमती पायल बेन व्यास सहित अन्य सदस्यों ने इस कार्यक्रम को सफल बनाया।आयोजन में योगदान चाय/कॉफी और नाश्ता प्रायोजक: श्री धर्मेंद्रभाई परमार
वृक्ष प्रायोजक: बोपल शाखा के सदस्य
संस्था आयोजक: ग्रीन लीफ ट्रस्ट
भारत विकास परिषद, बोपल शाखा ने पर्यावरण जागरूकता और सामाजिक सेवा के ऐसे कार्यक्रम भविष्य में भी आयोजित करने की प्रतिबद्धता व्यक्त की है। इस प्रकार के प्रयास पर्यावरण संरक्षण में महत्वपूर्ण योगदान देते हैं और समाज में जागरूकता फैलाते हैं।संपर्क के लिए:
भारत विकास परिषद, बोपल शाखा