
અમદાવાદ સ્થિત મણીપુર ગામ માં સેવા અકાદમી પ્રાંગણ માં આજે ભારત વિકાસ પરિષદ બોપલ શાખા દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.શાખાના હોદ્દેદારો અને સભ્યો ભાઈ બહેનો એ આ કાર્યક્રમ માં ભાગ લીધો.આશરે ૩૦૦ જેટલા વૃક્ષો ના રોપા વાવવા સાથે આ કાર્યક્રમ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો.
વૃક્ષારોપણ કાર્યક્રમ ના વૃક્ષો સભ્યો દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા.
ભારત વિકાસ પરિષદના સ્થાપના દિન ની વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં સૌને સપરિવાર ઉપસ્થિત રહેવા ભારત વિકાસ પરિષદ બોપલ શાખા દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.
તારીખ:-06/07/2025ના રવિવાર ના દિવસે સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ વાગે આ કાર્યક્રમ સેવા અકાદમી, સેવા કેફે, રૂડી નો રેડિયો સ્ટેશન, મણિપુર ગામ, મણિપુર, અમદાવાદ ખાતે સંપન્ન થયો.
ગતિવિધી-પર્યાવરણ સંયોજક: રાજેશસિંહ પ્રજાપતિ
સંયોજકઃ- શ્રી સતીશ ભાઈ ઠાકર, સહસંયોજકઃ- પ્રો. મયુરભાઈ વાંઝા,શ્રી રવિભાઈ લાલચંદાની ,શ્રી પંકજભાઈ વ્યાસ, પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાખોલીયા
મંત્રી:- શ્રી નીરવભાઈ ભટ્ટ, ખજાનચી:- શ્રી ભાવેશભાઈ ઠક્કર, મહિલા સંયોજીકા: શ્રીમતી પાયલબેન વ્યાસ સાથે અન્ય સભ્યો એ આ કાર્યક્રમ સફળ બનાવ્યો.
વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ સૌ સાથે મળીને હળવા નાસ્તા નો આનંદ તમામે માણ્યો.
દેવ શયની એકાદશી હોવાને કારણે ફરાળી નાસ્તા નું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
આ આયોજન ને નીચે મુજબ સૌએ ફાળો આપ્યો હતો.
ચા/કોફી નાસ્તા સ્પોન્સર:- શ્રી ધર્મેન્દ્રભાઈ પરમાર
વૃક્ષ સ્પોન્સર: બોપલ શાખા મેમ્બર્સ
સંસ્થા આયોજક: ગ્રીન લીફ ટ્રસ્ટ
અહેવાલ: મિડિયા સંયોજક ડૉરાજેશ ભોજક