
(14)નાનપણમાં પિતાએ કીધેલા શબ્દો આજે પણ યાદ આવે છે…..?
અમદાવાદ:(વસંત મહેતા દ્વારા) દરેક ના બાપે આમાં થી મોટા ભાગ ના ડાયલોગ મર્યા હસે જ,એ વખતે માત્ર ડાયલોગ લાગ્યા હસે પણ કે આજે 40 થી ઉપર ના થયા હસે ને એમના માટે આવા ડાયલોગ સબક બની ગયા હસે ….
મારા જેવું નથી કર મારા થી સારું કર ….
પોતાના પગ પર ઉભો રહતા સીખ….
હું જે કંઈ પણ કરું છું એ તારા માટે જ કરું છું …
ભણવા માં ધ્યાન આપ હમણાં પછી તારે જે કરવું હોય તે કરજે ….
મોટો માણસ બનજે પણ એના પેહલા સારો માણસ બની જા ….
આ બાળપણ જલ્દી જતું રેહસે સુધરી જા ….
તારી માં ને દુઃખ ના આલજે નહિ તો મારા જેવો ખરાબ માણસ કોઈ નહિ હોય …
રૂપિયા વિચારી ને ખર્ચ કરજે રૂપિયા ઝાડ પર નથી ઉગતા ….
તારી ઉંમર માં તો હું કેટલી જવાબદારી ઉઠાવતો હતો ….
મારું નામ તું ઊંચું રાખીશ એજ મારું સપનું છે …
દરેક સમયે હું તારી પાછળ નહિ હોય પોતે પણ જિંદગી સામે બાથ ભીડતા સીખ …
જે ભિં કરવું હોય કર પણ નામ ના ખરાબ કરજે મારું ….
મિત્રો સારા કરજે બધા તારા જેવા નહિ હોય ….
નિર્ણય જાતે લે પણ વિચારી ને લે જે ….
કમાવું બહુ સેહલું છે પણ ઈજ્જત કમાવી બહુ અઘરી છે ….
જે દિવસે તું તારા પગ પર ઉભો થઇ જઇશ ,જવાબદારી ઉઠાવતો થઈ જઈશ એ દિવસે મારું સપનું પૂરું થઈ જશે …
આ બધું તારા માટે તો કરું છું મારા દીકરા …..
જિંદગી માં ઠોકર ખાતા સીખ અને જાતે ઉઠતા પણ સીખ …
હમણાં તું જે સીખી રહ્યો છે આગળ જતાં તને બહુ કામ લાગશે ….
મારે કશું નથી જોઈતું બસ તું ખુશ રહે મારા દીકરા ….
તું મેહનત કર બેટા કિસ્મત ના ભરોશે ની બેસી રહવા નું ….
ક્યારે જૂઠું ના બોલજે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય ….
તું મારો દીકરો છે મને ખબર છે તું હાર નહિ માને પોતાની જાત પર ભરોસો રાખ …
દીકરો ગમે તેટલો મોટો થઈ જાય બાપ હંમેશા બાપ જ રહેશે ….
જ્યારે હું નહિ હોય ને ત્યારે તું સમજીશ કે હું સુ હતો ….
આજે જ્યારે આમના કેટલા શબ્દો યાદ આવે છે ત્યારે લાગે છે ,એ વખત આ શબ્દો ની કોઈ વેલ્યુ નહોતી લાગતી પણ આજે આ બધા વાક્યો જિંદગી ના પાયા સમાન લાગે છે …