
વરસાદની સીઝનમાં રેઇનકોટ, તાડ પત્રી અને છત્રી ની માગમાં વધારો….
અમદાવાદ:( વસંત મહેતા દ્વારા ) ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજાએ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના તમામ વિસ્તારોમાં મહેર કરી છે.તો અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે.ત્યારે સતત વરસાદી વાતાવરણથી રેઈનકોટ, છત્રી, તાડપત્રી, બેગોને પાણીથી બચાવવા પ્લાસ્ટિકની બેગ અને પ્લાસ્ટિકના મોબાઈલ કવરનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.ગુજરાતમાં સહિત અમદાવાદ માં પાંચ કુવા,કાલુપુર,મણિનગર સહિતના વિસ્તારોમાં આવેલા રેઈનકોટ, તાડપત્રીના ‘હોલસેલ રીટેલ ‘ માર્કેટમાં ભારે અવનવી ‘ડિઝાઇન વેરાયટી’ સાથે તેજી દેખાય છે.અને લોકો ખરીદી કરી રહ્યા છે તો વળી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની મોટા ભાગની ખાલી જગ્યાઓ ફૂટપાથ પર રંગબેરંગી દેશી ચાઈનીઝ છત્રીઓ, રેઈનકોટના પથારા જોવા મળી રહ્યા છે. સતત વરસાદી માહોલ રહેતા છત્રી રેઈનકોટ તાડપત્રીનું વેચાણ વધ્યું હોવાનો અંદાજ છે મારી જાણ પ્રમાણે મુંબઈમાં તો વરસાદ ની સીઝનમાં તો દરેક જ્ણ પાસે હાથમાં છત્રી જોવા મળે છે.