એનો પણ એક જમાનો હતો કે ‘ચલ મેરી લ્યુના’: લ્યુના જૈસા કોઈ નહીં

Worldwide Views: 28
0 0
Spread the love

Read Time:7 Minute, 30 Second

એનો પણ એક જમાનો હતો કે ‘ચલ મેરી લ્યુના’ અમદાવાદ: (વસંત મહેતા દ્વારા ) આજે સવારે ચાલતા અચાનક એક ઘરની દીવાલ પાસે બિસ્માર અને ખખડધજ થઈ ગયેલ લ્યુના મોપેડને જોતા તેની જાહોજલાલી યાદ આવી ગઈ. સાત દસકા પહેલા દેશમાં આજની જેમ જ વસતિ હતી અને રસ્તાઓ ઉપર સાયકલો અને એક નાનકડી બકરી જેવું મોપેડ એટલે કે મોટર અને પેડલથી ચાલતું એક કિફાયતી વાહન જે એકદમ મધ્યમવર્ગના લોકો અને કારીગર વર્ગ માટેનું મુસાફરી કરવાનું હાથ વગું સાધન હતું તે લ્યુના. કારણ કે દરેક વ્યક્તિના જીવનનું પ્રથમ વાહન લ્યુના હોઈ શકે.
દેશ આર્થિક રીતે થોડો સમૃધ્ધ થતો જતો હતો તે અરસામાં 1972 માં એક કંપનીએ ઈટાલીની પિઆગીઓ સીઓ નામની મોટરસાયકલ/સ્કૂટર બનાવતી કંપની પાસેથી 50 સીસીનું હળવું વાહન બનાવાનું લાઈસંસ મેળવ્યું અને દેશમાં તેનું ઉત્પાદન શરૂ કર્યું. લ્યુના દેશી બનાવટનું પ્રથમ મોપેડ હતું. બહુ ટૂંકા ગાળામાં લ્યુના મોપેડ લોકપ્રિય થઈ ગયું અને ઘરેઘરે જાણીતું થઈ ગયું.
લોકો તેની સરખામણી સાયકલ અને મોટરબાઈકની વચ્ચે કરતા. લ્યુના ખુબ હળવું હોવાથી લોકોને ચલાવવામાં સરળ રહેતું અને તેની આ લાક્ષણિકતાને લીધે દેશમાં તોફાન મચાવી દીધું હતું. ઘણાં મોપેડ ત્યાર પછી બજારમાં આવ્યા પણ એ બધાની વચ્ચે લ્યુનાનો દબદબો અલગ જ હતો. તેનું કારણ એક તો તેનો દેખાવ નાજુક હતો અને સ્ટીલ બોડીના કારણે સ્ટાઈલીશ દેખાતું હતું.
બ્લ્યુ અને મરૂન કલરના અસંખ્ય લ્યુના તો દેશની બજારોમાં સર્પાકાર દોડતા દેખાતા. પેડલથી કીક મારો એટલે ફટ કરતું ચાલુ થઈ જાય અને રસ્તામાં બંધ પડે તો પેડ્લ મારીને ઘરે કે રિપેરરની દુકાને આસાનાથી જઈ શકાતું. લ્યુનાની ડિઝાઈન એવી હતી કે કોઈપણ સ્ત્રી કે પુરુષ સરળતાથી બ્રેક અને એક્સીલેટ કરી શકે. એવરેજ પણ 60 કિલોમીટરની આવતી. જાળવણીનો ખર્ચ નહીવત. લોકો ઘરે પણ સર્વિસ કરી નાખતા. શરૂમાં પાછળની સીટ ફક્ત સ્ટીલની જ રહેતી પણ લોકોએ તેને કુશનવાળી ડબલ સીટમાં ફેરવી નાખી અને સહ કુટુમ્બ 20 કે 30 ની સ્પીડ સાથે લોકો નીકળી પડતા. ઘણાં કિસ્સામાં તો લ્યુના ઉપર પતિ- પત્નિ અને ત્રણ બાળકો બેઠા હોય અને મસ્ત રીતે ધીમી ગતિએ લ્યુના દોડે જતું હોય એ દ્રશ્ય જોતા લોકો ખુશ થઈ જતા. સીતમાં ટૂંકમાં બચત જ બચત.
સીટ અને હેંડલની વચ્ચેની જગ્યા પણ મોટી હતી જેને ફૂટરેસ્ટ કહેવાતી જેમાં અનાજનો ડબ્બો, શાકના થેલા કે અન્ય સામાન ગોઠવી જઈ શકાતું. 50 કિલોના ઘંઉં કે ચોખાના બાચકા આ ફૂટ રેસ્ટ ઉપર લોકો લઈ જતા. ગ્રામ્ય પ્રદેશોમાં તો તો લ્યુનાનો કચ્ચર ઘાણ નીકળી જાય તે રીતે માલ સામાનની હેરફેર કરવામાં આવતી. શહેરોમાં આખા કુટુમ્બ નો ભાર ઉપાડી લ્યુના ગતિ કરતું લ્યુના નક્કર સ્ટીલમાંથી બનેલું હોવાથી તે પડતું તો પણ બોડી ઉપર ગોબા દેખાતા નહી. તેની બ્રેક સિસ્ટમ પણ અસરકારક હોવાથી લ્યુનાને બ્રેક મારો કે સડક પર ચોંટી જાય.
ભારતીય મધ્યમવર્ગના સમાજ માટે સાયકલ અને સ્કૂટરની વચ્ચે એક વાહન હોવું જોઈએ જે દેશના કોઈપણ ભાગમાં ચાલી શકે અને ચલાવવામાં સરળ, વજનમાં હળવું અને કિમતમાં સસ્તું હોવું જોઈએ એવા નક્કર અભિગમથી પુનાની કિનેટિક એંજિનિયરરીંગ કંપનીએ લ્યુના બનાવેલું. અને તેમનો આ અભિગમ લ્યુનાના વેચાણે યથાર્થ કરી બતાવ્યો.
એ સમયમાં લ્યુનાની જાહેર ખબરમાં શબાના આઝમી અને સ્મિતા પાટીલ આવતા. મહારાષ્ટ્ર માં યોજાતી આંતરશાળા ક્રિકેટ સ્પર્ધામાં મેન ઑવ ધ મેચ થનાર ખેલાડીને લ્યુના આપવામાં આવતું જેમાં એક સમયમાં સંદીપ પાટીલ અને બી.એસ ચંદ્રશેખરને મળ્યું હતું. તો એસએસસીની પરીક્ષામાં ટોપરને પણ લ્યુના અપાતું. ફિલ્મ ગોપીચંદ જાસુસમાં રાજ કપૂરને લ્યુના ઉપર સવારી કરતા જોઈ શકાય છે. તે સમયની તમીળ ફિલ્મોમાં તો અસંખ્ય વાર હિરો અને હિરોઈન લ્યુના ચલાવતા. હિંદી ફિલ્મોના દિગ્દર્શક શ્યામ બેનેગલ ત્યારે જાહેરાતની ફિલ્મો બનાવતા એમણે લ્યુના માટેઘણી જાહેરાતો બનાવેલી.
પણ લ્યુનાને સર્વાધિક પ્રસિધ્ધિ મળી 1984 માં જ્યારે પીયુષ પાંડે જાહેરાતના ક્ષેત્રમાં દાખલ થયા અને ‘ચલ મેરી લ્યુના’ ની જાહેર ખબરથી આક્રમણ કર્યું. આ તેમની પ્રથમ જાહેરાત હતી અને તેનાથી પીયુષ તો લોકપ્રિય થયા સાથોસાથ લ્યુના પણ. લ્યુના ને સંકટ સમયનો સાથી અને દરેક વખતે લોકોને ઉપયોગી થયું છે તેવા ભાવનિર્દેશ સાથે જાહેરાતો બનાવામાં આવેલી. જો તમને બરોબર યાદ હોય તો સહેજ માથાને ટપલી મારી ભૂતકાળમાં સરી જાવ. સરકારી કર્મચારી રામ મુરારી, વ્યાપારી રવીકુમાર, મેડીકલની સ્ટુડંટ રાધા આ બધા લ્યુનાના પાત્રો હતા. કઠીન સમય એટલે કે હડતાલ, ઓફિસે સમયસર પંહોચવું, ધંધારોજગાર ને સાચવવો, આ બધી વિટંબણા માં લ્યુના મોપેડ કેવો અસરકારક સાથ આપે છે તે જાહેરખબરની લોકમાનસ ઉપર ખુબ અસર થયેલી. સતત 25 વર્ષ સુધી કિફાયતી વાહન તરીકે લ્યુનાનું અસ્તિત્વ રહ્યું. 1990 પછી ભારતીય બજારમાં ક્રમશ: મોટરબાઈકનું આગમન થયું. લોકોની આર્થિક સમૃધ્ધિ વધી ત્યારે લ્યુનાનું આકર્ષણ ઘટતું ગયું. લોકો સ્પીડ અને જવામર્દી ઈમેજને પસંદ કરવા લાગ્યા.લ્યુનાએ પતિ-પત્નિને નજીક લાવવાનું પણ કામ કરેલું છે. પહેલાતો ચાલતા કે બસમાં જતા પણ લ્યુનાના આગમનના કારણે પત્નિ પાછળની સીટ પર સહેજ અડીને બેસી જતી. ગ્રામ્ય મહિલા ઓ પણ લોકોની પરવા કર્યા વગર એકદમ સલુકાઈથી લ્યુના પાછ્ળ બેસી એક ગામથી બીજા ગામની સફર કરતી અને ગામ વટાવે એટલે માથાનો ઘુંઘટ ખસેડી લેતી ને હવામાં ફરફરતા વાળની મજા માણતી.

Dr Rajesh

About Post Author

Dr Rajesh

Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
  • Dr Rajesh

    Dr Rajesh

    Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc

    Related Posts

    મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    Spread the love

    Spread the love          મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, રાજેશ ભોજક સહિત સમાજ ના વિવિધ અગ્રણીઓ આ ઉજવણી માં દેશભક્તિના રંગે રંગાયા.નાયક ભોજક વ્યાસ સમાજ પણ વર્ષોથી…


    Spread the love

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    Spread the love

    Spread the love          15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ। ਮਾਨਯੋਗ ਕੈਬਨਿਟ ਮੰਤਰੀ ਪੰਜਾਬ ਸ੍ਰੀ ਸੰਜੀਵ ਅਰੋੜਾ ਵੱਲੋ ਤਿਰੰਗਾ ਲਹਿਰਾਉਣ ਦੀ ਰਸਮ…


    Spread the love

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    મુંબઈ  સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    કૃષ્ણ પરમ આનંદ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર કહે છે…દરેક આનંદની શોધમાં ઈશ્વર જ સર્વસ્વ છે..

    કૃષ્ણ પરમ આનંદ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર કહે છે…દરેક આનંદની શોધમાં ઈશ્વર જ સર્વસ્વ છે..

    Full Paisa Vasool Sale at SMART Bazaar – Big Savings for Every Corner of Your Home

    Full Paisa Vasool Sale at SMART Bazaar – Big Savings for Every Corner of Your Home

    रक्तदान महाअभियान में किया जाएगा एक लाख यूनिट रक्तदान:१७ अगस्त को ब्रह्माकुमारी संस्था बनाएगी विश्व रिकॉर्ड

    रक्तदान महाअभियान में किया जाएगा एक लाख यूनिट रक्तदान:१७ अगस्त को ब्रह्माकुमारी संस्था बनाएगी विश्व रिकॉर्ड

    तिरंगा यात्रा से देशभक्ति तथा नशमुक्ति से देश का विकास-एसडीएम:ब्रह्माकुमारीज से निकली तिरंगा यात्रा और नशामुक्ति साईकिल रैली

    तिरंगा यात्रा से देशभक्ति तथा नशमुक्ति से देश का विकास-एसडीएम:ब्रह्माकुमारीज से निकली तिरंगा यात्रा और नशामुक्ति साईकिल रैली