
જિયો ગોલ્ડ સાથે અક્ષય તૃતીયાની ઉજવણી 24K દિવસો – દરેક ખરીદી પર 2% સુધી મફત સોનું મેળવો
મુંબઈ, 28 એપ્રિલ 2025: અક્ષય તૃતીયાના શુભ અવસરે સોનું ખરીદવું એ એક પ્રાચીન પરંપરા છે, જે કાયમી સમૃદ્ધિ અને સંપન્નતાનું પ્રતીક છે. આ અવસરને વધુ ખાસ બનાવવા માટે ગ્રાહકો જિયો ગોલ્ડ 24K ડેઝ દરમિયાન ડિજિટલ સોનું ખરીદી શકે છે અને વધારાનું મફત સોનું મેળવી શકે છે.
જિયો ગોલ્ડ 24K દિવસો ખાસ તહેવારો આધારિત છે, આ સમયગાળા દરમિયાન જિયોફાઇનાન્સ અને માયજિયો એપ્સના વપરાશકર્તાઓ ડિજિટલ સોનું ખરીદતી વખતે ખાસ ઓફરોનો લાભ લઈ શકે છે.
29 એપ્રિલ 2025થી પાંચમી મે 2025 સુધી જિયો ગોલ્ડ 24K ડેઝના પ્રથમ સંસ્કરણ દરમિયાન 1000 રૂપિયાથી 9999 રૂપિયા સુધીનું ડિજિટલ સોનું ખરીદનારા ગ્રાહકોને JIOGOLD1ના ઓફર કોડનો ઉપયોગ કરીને 1% મફત સોનું મળશે. 10,000 રૂપિયાથી વધુની ખરીદી પર ગ્રાહકોને ચેકઆઉટ વેળા JIOGOLDAT100 પ્રોમો કોડનો ઉપયોગ કરીને 2% મફત સોનું મળશે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન પ્રતિ વપરાશકર્તા આ ઓફર 10 વ્યવહારો સુધી માન્ય છે.
ગ્રાહકોને ખરીદીના સમયથી 72 કલાકની અંદર વધારાનું ડિજિટલ સોનું પ્રાપ્ત થશે. એક ગ્રાહકને મહત્તમ 21,000 રૂપિયા સુધીનું મફત સોનું મળી શકશે. આ ઓફર ફક્ત સોનાની એક સાથે ખરીદી પર જ માન્ય છે, સોનાના એસઆઇપી પર નહીં. (ઓફરના નિયમો અને શરતો: https://tinyurl.com/5cd7mm62)
જિયો ગોલ્ડ ડિજિટલ સોનું ખરીદવા અને રોકડ, સોનાના સિક્કા અથવા સોનાના દાગીનાના સ્વરૂપમાં આવા રોકાણોને રિડીમ કરવા માટે સંપૂર્ણપણે ડિજિટલ, સુરક્ષિત અને સરળ અનુભવ પૂરો પાડે છે. ₹10 થી શરૂ થતા રોકાણ સાથે ગ્રાહકો ગમે ત્યારે ગમે ત્યાં ડિજિટલ સોનામાં રોકાણ કરી શકે છે. જિયો ગોલ્ડ સાથે આ અક્ષય તૃતીયાને વધુ સમૃદ્ધ બનાવો!