ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા ગુજરાત સુપર લીગ સિઝન 2 ની ઘોષણા: પરિમલ નથવાણી દ્વારા ટીમ માલિકોનું સન્માન,ટ્રોફી અને ટી શર્ટ વિતરણ

Worldwide Views: 49
0 0
Spread the love

Read Time:4 Minute, 38 Second

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને

ગુજરાત સુપર લીગની સિઝન 2ની ઘોષણા કરી

GSFA પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ટીમમાલિકોનું

સન્માન: ટ્રોફી અને જર્સીનું અનાવરણ કરાયું

અમદાવાદ, 25 એપ્રિલ, 2025: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનના આયોજનની ઘોષણા કરતા આનંદ અનુભવે છે. આ ચેમ્પિયનશીપની આરંભિક સિઝનની ભવ્ય સફળતા બાદ, GSFAને આ વર્ષની લીગમાં દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મકતાના વધુ ઊંચા સ્તરની અપેક્ષા છે, જેનાથી આપણા રાજ્યમાં ફૂટબોલના વિકાસને વધુ વેગ મળશે.

આજે આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં GSFAના પ્રમુખ શ્રી પરિમલ નથવાણીએ GSL સિઝન 2 માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, શ્રી નથવાણી દ્વારા સત્તાવાર GSL ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કરાયું હતું.

GSL ટાઇટલ માટે સ્પર્ધા કરનારી છ ફ્રેન્ચાઇઝી ટીમો આ મુજબ છે:

અમદાવાદ એવેન્જર્સ (સાહિલ પટેલ અને શાલિન પટેલ)
ગાંધીનગર જાયન્ટ્સ (પ્રશાંત સંઘવી અને અનન્યા સંઘવી))
કર્ણાવતી નાઈટ્સ (અદ્વૈતા પટેલ અને યશ શાહ)
સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (કુશલ પટેલ)
સુરત સ્ટ્રાઇકર્સ (અલકેશ પટેલ)
વડોદરા વોરિયર્સ (કમલેશ ગોહિલ)
ઉપસ્થિતોને સંબોધન કરતા શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાત સુપર લીગ તેની બીજી સિઝનમાં પ્રવેશી રહી છે અને તેના સાક્ષી બનવું એ મારા માટે ખૂબ આનંદની વાત છે. હું ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલના વિકાસમાં પોતાની સમર્પણભાવના અને રોકાણને જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વધુમાં, હું ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવું છું, કારણ કે GSL પ્રારંભિક સિઝનને સફળ બનાવવાનું તેમના સહયોગ વિના શક્ય નહોતું. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ગુજરાતમાં ફૂટબોલની રમત હાલ તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે.”

GSFA ના માનદ સચિવ શ્રી મૂળરાજસિંહ ચૂડાસમાએ GSLની બીજી સિઝનમાં તેની મેચોને મજબૂત પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો અને લીગના ભાવિ વિસ્તરણ અને કદમાં અભિવૃદ્ધિ માટે તેમની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી. યોગાનુયોગે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને ગુજરાત ટૂરિઝમ તરફથી પણ GSFAને સતત મજબૂત સમર્થન મળતું રહ્યું છે.

GSL સિઝન 2માં રાજ્યની બહારના ખેલાડીઓ કે જેઓ અગાઉ I-લીગ અને સંતોષ ટ્રોફી જેવી ટોચની રાષ્ટ્રીય-સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે તેઓનો સમાવેશ કરાતા હવે તેમાં સ્પર્ધાત્મકતાનું વધુ ઊંચુ સ્તર જોવા મળશે. GSLની સાથે દર્શકોના યુવા વર્ગને જોડવા તેમજ તેની અપીલને વ્યાપક બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે, GSFAએ નક્કી કર્યું છે કે 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

ગુજરાત સુપર લીગ સિઝન 2ની ઉદ્દઘાટન મેચ આગામી 1 મે, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂ થશે.

https://www.transfernow.net/dl/20250425cE6L0Wwc

https://www.transfernow.net/dl/20250425KNvMN5u1

Dr Rajesh

About Post Author

Dr Rajesh

Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
  • Dr Rajesh

    Dr Rajesh

    Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc

    Related Posts

    મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    Spread the love

    Spread the love          મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, રાજેશ ભોજક સહિત સમાજ ના વિવિધ અગ્રણીઓ આ ઉજવણી માં દેશભક્તિના રંગે રંગાયા.નાયક ભોજક વ્યાસ સમાજ પણ વર્ષોથી…

    Spread the love

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    Spread the love

    Spread the love          15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ। ਮਾਨਯੋਗ ਕੈਬਨਿਟ ਮੰਤਰੀ ਪੰਜਾਬ ਸ੍ਰੀ ਸੰਜੀਵ ਅਰੋੜਾ ਵੱਲੋ ਤਿਰੰਗਾ ਲਹਿਰਾਉਣ ਦੀ ਰਸਮ…

    Spread the love

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    મુંબઈ  સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    કૃષ્ણ પરમ આનંદ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર કહે છે…દરેક આનંદની શોધમાં ઈશ્વર જ સર્વસ્વ છે..

    કૃષ્ણ પરમ આનંદ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર કહે છે…દરેક આનંદની શોધમાં ઈશ્વર જ સર્વસ્વ છે..

    Full Paisa Vasool Sale at SMART Bazaar – Big Savings for Every Corner of Your Home

    Full Paisa Vasool Sale at SMART Bazaar – Big Savings for Every Corner of Your Home

    रक्तदान महाअभियान में किया जाएगा एक लाख यूनिट रक्तदान:१७ अगस्त को ब्रह्माकुमारी संस्था बनाएगी विश्व रिकॉर्ड

    रक्तदान महाअभियान में किया जाएगा एक लाख यूनिट रक्तदान:१७ अगस्त को ब्रह्माकुमारी संस्था बनाएगी विश्व रिकॉर्ड

    तिरंगा यात्रा से देशभक्ति तथा नशमुक्ति से देश का विकास-एसडीएम:ब्रह्माकुमारीज से निकली तिरंगा यात्रा और नशामुक्ति साईकिल रैली

    तिरंगा यात्रा से देशभक्ति तथा नशमुक्ति से देश का विकास-एसडीएम:ब्रह्माकुमारीज से निकली तिरंगा यात्रा और नशामुक्ति साईकिल रैली