
બ્રહ્માકુમારીઝ ગુજરાતની સેવાના હીરક જયંતિ પ્રસંગે 3 ઓગસ્ટે “વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન” સેવાયોજનાનો થશે શુભારંભ કાર્યક્રમ તથા સંગીત સંધ્યા
અમદાવાદ
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાતમાં સેવાની હીરક જયંતિ મહોત્સવના ઉપલક્ષ્યમાં મહાદેવનગર સબઝોન દ્વારા એક વિશેષ સેવાયોજનાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. જેનો વિષય છે “વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન”. આ કાર્યક્રમ રવિવાર, 3 ઓગસ્ટ 2025- અમદાવાદના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, શાંતિ અને વિશ્વાસની ભાવના જાગ્રત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમમાં ધ્યાન અને આધ્યાત્મિક અનુભૂતિ ની સાથે સાથે એક સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુપ્રસિદ્ધ ગાયક હરીશ મોયલ એમની સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના ગૃહ-ઉદ્યોગ-પરિવહન-ખેલ અને યુવા બાબતોના મંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. સાથે જ વિશિષ્ટ અતિથિના રૂપમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર(ISRO), અમદાવાદના ડાયરેક્ટર શ્રી નિલેશ દેસાઈ અને IAS, પૂર્વ મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય, શ્રી પ્રવીણ લહેરી વિશેષ ઉપસ્થિત રહેશે. ઉપરોક્ત કાર્યક્રમની વિગત બ્રહ્માકુમારીઝ મહાદેવનગર સબઝોન, અમદાવાદના નિર્દેશિકા રાજયોગિની બ્રહ્માકુમારી ચંદ્રિકાબેન દ્વારા આપવામાં આવી હતી.
- કાર્યક્રમની વિગત
તારીખ – રવિવાર 3 ઓગસ્ટ 2025
સ્થાન – વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, સોલા, અમદાવાદ
સમય – સાંજે ૪ થી ૭ સુધી
પ્રવેશ નિશુલ્ક
વધુ વિગત માટે સંપર્ક કરો 9428386090