
સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર એવા અભિયાન સાથે સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટ મહેસાણા તેમજ અમદાવાદ જેના દ્વારા અમદાવાદ અને એની આજુબાજુના વિસ્તારની બહેનો માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરેલું જેમાં બ્રેસ્ટ કેન્સર સર્વાયકલ કેન્સર અને પેપ ટેસ્ટ ના રિપોર્ટ બહેનો ના કરવામાં આવેલા લગભગ આશરે ૯૦ થી વધારે બહેનોએ આ કેમ્પનો લાભ લીધેલ છે આ કેમ્પમાં સંયોગી રોટરી ક્લબના સર્વરકલ કેન્સરના ડિસ્ટ્રિક્ટ ચેરમેન તેમજ આપણી સમાજના વંદનાબેન નાયક નો ખૂબ જ મોટો ફાળો મળેલ છે તે સાથે સમાજની યંગ દીકરીઓએ પણ આમાં ખૂબ જ મોટું સહયોગ આપ્યો હતો? નાયક સમાજના ડોક્ટર આર કે નાયક તેમજ તેમના પરિવાર એ તેમના ક્લિનિક કેમ્પ માટે જગ્યા નો ફાળો આપ્યો હતો તેમજ તેમનો પરિવાર નો સહયોગ મળેલ સાથે સાથે સમાજના નામચીન એવા ડોક્ટર રમેશભાઈ નાયક ડોક્ટર હિતેન્દ્રભાઈ નાયક ડોક્ટર આશિષભાઈ નાયક અને લાયન્સ ક્લબ ના જોન ચેરમેન પણ હાજર હતા ભાવનાબેન નાયક પૂર્વ કોર્પોરેટર તેમજ સીમાબેન નાયક કલોલ ભાજપના કોર્પોરેટર તેમજ સુરેન્દ્રનગર ભાજપ ના ઉપ પ્રમુખ જિજ્ઞાસા બેન નાયક આ કેમ્પમાં હાજર હતા પ્રિયંકાબેન ઉષ્માબેન અને સ્મિતાબેન રાગીનીબેન જેઓએ આ કેમ્પ સફળ બનાવવા માટે ખૂબ જ સહકાર આપ્યો તેમજ આ કેમ્પ માં રજીસ્ટ્રેશન કરાવી આવનારી સમાજ ની દરેક બહેનો નો મહિલા મંડળ આભાર માને છે જય માતાજી 🙏