
નારી શક્તિ ના અધ્યાત્મિક સશક્તિકરણના પ્રણેતા માતેશ્વરી મમ્મા નો ૬૦મો સ્મૃતિ દિવસ દેશભરના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો પર શક્તિ સ્વરૂપા દિવસ તરીકે ઉજવાયો
ગુજરાત ભરના 500 સેવા કેન્દ્રો પર શ્રદ્ધાંજલિ સમારંભ યોજાયા
ડીસા.તા.૨૪.૦૬.૨૦૨૫
ભારતીય સનાતન સંસ્કૃતિ રાજ યોગા અને ઈશ્વરીયા જ્ઞાનને વૈશ્વિક સ્વરૂપ આપી નારી જગતને પોતાના જીવનથી પ્રેરણા આપનાર માતેશ્વરી મમ્મા નો 60 મો સ્મૃતિ દિવસ આજે 24 જૂન ના રોજ દેશ વિદેશના બ્રહ્માકુમારીઝ ના 8000 સેવા કેન્દ્ર પર શક્તિ સ્વરૂપા દિવસ તરીકે ઉજવાયો
બ્રહ્માકુમારી મીડિયા સયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજે વિશ્વભરના નારી શક્તિમાન ઉત્થાનના ઘડવૈયા માતેશ્વરીના માત્ર 16 વર્ષની વયે પિતાશ્રી બ્રહ્માના સાનિધ્યમાં નારી શક્તિ ના વિશાલ વટ વૃક્ષ બ્રહ્માકુમારી સંગઠનના પ્રથમ પ્રતિનિધિત્વ કરનાર શિવ શક્તિ હતા 1936 થી માનવ સેવામાં સમર્પિત માતેશ્વરીએ પોતાની પવિત્રતા દિવ્યતાની શક્તિ થી વિશાલ નારી સંગઠન ને બ્રહ્માકુમારીઝ ની દીક્ષા લેવા પ્રેરિત કર્યા અને એક વૈશ્વિક સ્વરૂપ આપી 24 જૂન 1965 માં પોતાનો દેહ ત્યાગ કરી વિશાળ સેવાર્થ પ્રયાણ કરેલ
બ્રહ્માકુમારીઝ ના 185 દેશોમાં સર્વ સેવા કેન્દ્ર પર આજે માતેશ્વરી મમ્મા નો લાખો ભાઈ બહેનોએ શ્રદ્ધાંજલિ આપેલ ગુજરાતના 500 જેવા કેન્દ્રો પર પણ તેના ભારતીય સનાતન દિવ્ય સંસ્કૃતિનો સ્થાપનાનો વૈશ્વિક ઈશ્વરે કર્તવ્યને પૂર્ણ કરવાનો દ્રઢ સંકલ્પ સાથે આજે શક્તિ સ્વરૂપ બનવાની પ્રતીક્ષા સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ મુખ્ય સમારંભ આબુ શાંતિવન ખાતે યોજાયેલ જ્યાં 10,000 ભાઈ બહેનોએ શ્રદ્ધાંજલિ આપી માતેશ્વરીજીની યાદ કરાઈ