
સૌ પ્રથમ પહેલ 500 સફાઈ મહિલા કામદારોનો સન્માન સમારોહ યોજાયો અમદાવાદ: (વસંત મહેતા દ્વારા)
મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ સંચાલિત મંગલ નવકાર મહેક બચત અને ધિરાણ સહકારી મંડળી, સેટેલાઈટ દ્વારા
સફાઈ કામદારોનો સન્માન સમારંભ યોજવામાં આવેલ જેમાં 500 ઉપરાંત બહેનો જોડાઈ હતી.
મેનેજિંગ ટ્રસ્ટી મુક્સેવક વીરુભાઈ અલગોતરે જણાવ્યું કે અમારું શહેર અમદાવાદએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનમાં પ્રથમ ક્રમ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ પાછળ આપણા શ્રમસિદ્ધ અને નિષ્ઠાવાન સફાઈ કામદારોની અદભૂત સેવાનો મોટો ફાળો છે.
આ પ્રસંગે ટ્રસ્ટ અને સહકારી મંડળી દ્વારા એક વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જે રોડ ઉપર કચરો વીણે છે અને જે રોડ ઉપર સફાઈ કરે છે એવા સફાઈ યોદ્ધાઓને એક થેલીમાં સરસ મજાની એક સાડી અને સો રૂપિયા આપી જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા. સાથે જે પણ 500 બહેનો હાજર હતા તે તમામને 100 રૂપિયાની ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રોગ્રામની સાથે સાથે 15 જરૂરિયાતમંદ દિવ્યાંગોને વ્હીલ ચેર આપવામાં આવેલ જેમણે સંસ્થામાં કોમ્પ્યુટર ક્લાસ સીવણ ક્લાસ અને મહેંદી ક્લાસ કરેલ હતા તે ઉત્તીર્ણ થનાર દરેક લાભાર્થીને સર્ટિફિકેટ અને 100 રૂપિયા ભેટ આપવામાં આવેલ
પહેલી રોટલી ગાયનીએ કન્સેપ્ટમાં 6 કંટીનર જુદી જુદી સોસાયટીમાં લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા આવી રીતે સંસ્થા દ્વારા 45 જાતની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે
આ આ પ્રસંગે પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ, દિલીપભાઈ બગડીયા(ચેરમેન – વોટર અને ગટર સપ્લાય કમિટી, AMC), બળદેવભાઈ સગરામભાઇ ભરવાડ ભોરખીવાળા (સમાજસેવક) ભોજન પ્રસાદ નો રથ ચાલી રહ્યો છે તેમાં દાન અર્પણ કરી મોટો લાભ લીધેલ તે બદલ તેમની ખૂબ ખૂબ અનુમોદના ટ્રસ્ટી શ્રી વિરૂભાઈએ કરેલ દાનવીરશ્રી નીરૂબેન કોઠારી શ્રી સુધીરભાઈ કોઠારી USA થી પધારેલ તેમને સંસ્થાને દાન કરી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.