
ઘર ઘર ની કહાની :સાચું ખોટું લાગે તો માફ કરજો: કડવું છે પણ સત્ય છે :અમદાવાદ:(વસંત મહેતા દ્વારા) લગ્ન માટે ૨૫ (પચ્ચીસ) થી ઉંમર વધારે ન થવા દો..આ સત્ય માટે થોડા ઉંડા ઉતરીયે.વેરવિખેર પરિવાર, ટૂટી રહેલો સમાજ અને દમ તોડી રહેલ રિશ્તા..!
વિચારો તો ખરા! આજે આ બધું કેમ થઇ રહ્યું છે?
કડવું સત્ય..આજકાલ માવતર જરુરત થી વધારે દિકરીઓના ઘરમાં હસ્તક્ષેપ કરી તેનુ ઘર ખરાબ કરે છે!એ ન ભુલો લગ્ન પછી અસલી મા – બાપ તેના સાસુ સસરા છે. આજની હાલત છે તેના જવાબદાર કોણ છે? મોટેભાગે આ આધુનિક શિક્ષણ ના નામ પર સંસ્કાર વિહીન બાળકો. રિશ્તા તો પહેલાં હતાં હવે તો સંબંધ નહીં નર્યા સોદા જ થાય છે. કોઇપણ માબાપ માં એટલી હિંમત પણ નથી બચી કે પોતાના બાળકોના સંબંધ પોતાની મરજી થી કરી શકે.
પહેલાં પરિવાર ની ખાનદાની જોવાતી, સામાજિક પકડ, અને સંસ્કાર જોવાતા અને હવે….મન ની નહીં તન ની સુંદરતા , નોકરી , દૌલત ,કાર , બંગલા.*
છોકરાવાળા ને છોકરી મોટા ઘરની જોઇએ છે જેથી ભરપૂરકરીયાવાર મળી શકે અને છોકરીવાળા ને પૈસાપાત્ર છોકરા જેથી બેટીને કામ કરવું ન પડે.*
નોકર-ચાકર હોય. પરિવાર નાનકડો જ હોય જેથી કામ ન કરવું પડે અને આવાં નિમ્ન કક્ષાની સોચ મા કુટુંબો કાઇક વધારે નાનાં થઇ ગયાં છે.
*દાદા-દાદી તો એક બાજું , *મા-બાપ પણ બોજ બની ગયા છે.*
આજ પરિવાર માત્ર મતલબ ને માટે રહીં ગયા..!!પરિવાર મતલબ પતિ પત્ની અને બાળકો બસ. જો પરિવાર એટલો નાનો છે તો પછી સમાજને કોણ પૂછે …?છોકરો ભલે ૨૦,૦૦૦ મહીને કમાતો હોય . વેપાર કરતો છોકરો ભલે બે લાખ મહીનામાં કમાતો હોય પ્રથમ પસંદગી નોકરિયાત ની કરાશે,*
એનું કારણ કેવળ એટલું જ કે
નોકરીવાળો દૂર અને અલગ રહેતો હોય છે નોકરીના નામે ફૂલ આઝાદી મળવાની ,કામનો બોજ પણ નહીવત લગભગ હોટલમાં જમવાનું હરવું ફરવું
નોકરિયાત ને સામાજિક સંબંધો પણ ઓછાં એટલે સમાજનો ડર પણ નહીં.
સંયુક્ત અને મોટો પરિવાર હંમેશા સારો હોય છે. પાંચ માંથી ત્રણ ગલત હશે તો બે તો ખરાં હોય કેમકે પાંચેય આંગળીઓ સરખી નથી હોતી.પહેલા માણસો કહેતાં મારી દિકરી ઘરના બધાજ કામ જાણે છે , ઘરકામમાં બહુજ હોશીયાર છે, અને હવે, અમે દિકરી ને કયારેય ઘરનુ કામ જ નથી કરવાં દીધું આ કહેવામાં પોતાની શાન સમજે છે.*
રોજબરોજ બાયોડેટા ગૃપ ખુલી રહ્યા છે ઉમ્ર માત્ર ૩૦ થી ૪૦ સાલ એજયુકેશન પણ એવું કે શું કહેવું…
કેટલાય ડીગ્રી ધારક રોજ સૈકડો છોકરાં અને છોકરીઓ ના બાયોડેટા આવી રહ્યા છે પરંતુ સંબંધ નથી થતાં એનું કારણ એક જ છે…
એને સંબંધ નહીં બેહતર ની ખોજ છે. સંબંધ ની કાર ની જેમ બજારો ભરાય છે કદાચ ઓર કોઇ નવી ગાડી લોંચ થઇજાય આ ચક્કરમાં ઉંમર વધતી જાય છે.હવે વધારામાં એવાં પણ બાયોડેટા ગૃપ બની રહ્યા છે.તલાકશુદા ગૃપવિધવા વિધુર ગૃપઅજબ ગજબ તમાશા થઇ રહ્યા છે સારાં ની ખોજમાં આઘેડ થઇ રહ્યા છે.
આ લોકોને કોણ સમજાવે કે જો એક ઉમરમા ચમક હોય છે એ આધેડ થયા પછી કાયમ નથી રહેતી ભલે લાખ રંગરોગાન કરાવી લો બ્યુટી પાર્લર માં જઇને.એક સંક્રમણ ની જેમ ફેલાઈ રહ્યું છે. નોકરી કરતાં છોકરાઓને નોકરીવાળી જ છોકરી જોઇએ*
હવે જયારે એ જ કમાતી હશે તો શા માટે તમારા માબાપની ઇજ્જત કરે? જમવાનું હોટલથી મંગાવો અથવા ખુદ બનાવો બસ આ જ કારણ છે આજકાલ અધિકાંશ તનાવના…..
એકબીજા પર અધિકાર તો બિલકુલ જ નહીં . ઉપરથી સહનશીલતા તો બીલકુલ જ નહીંએનો અંજામ આત્મહત્યા અને છૂટાછેડા.ઘર પરિવાર ઝુકવાથી ચાલે છે, જીદ કે અકડતાથી નહીં.જીવનમાં જીવવા માટે બે રોટલી અને એક નાનકડા ઘરની જરુર છે અને સૌથી જરુરી આપસ મે તાલમેલ અને પ્રેમ પ્યાર ની પરંતુ….
આજકાલ મોટું ઘર ,મોટી ગાડી જોઇએ ચાહે માલકીન ની જગા એ દાસી ભલે બનવું પડે. એક ગરીબ અગર પ્યારથી રાણી બનાવીને રાખે તો એ પહેલી પસંદ નથી જ ગણવી નોકરી પસંદ લોકોને એટલૉ જ કહીશ કે ધીરુભાઈ અંબાણી પણ નોકરી પસંદ કરતાં તો આજે લાખો નોકરિયાતો એના ગુલામ ન હોત
સોચ બદલો…માબાપ જરુરતથી વધારે છોકરીઓ ના ઘરમાં હસ્તક્ષેપ કરી તેનુ ઘર બરબાદ કરી રહ્યા છે. એ ન ભૂલો કે લગ્ન પછી અસલી મા-બાપ તેના સાસુ સસરા હોય છે તમારા ઘરમાં તો બસ મહેમાન હતી.કેટલીય સાસુ વહુ ની સામે બેટીના વખાણ કરીને પોતાનું ખુદનું ઘર ખુદ ખરાબ કરે છે. બેટી ક્યારેય વહુ નથી બની શકતી બેટી પ્રત્યે લાગણી ખુન ના સંબંધ ને કારણે છે પરંતુ વહું અજનબી હોવા છતાં પણ આપની* ગૃહલક્ષ્મી પણ છે નોકરાણી પણ છે અને કૂળચાલક પણ અને તમારા અને તમારા બેટા ની મધ્યસેતુ પણ. વહું ખુશ તો સારો પરિવાર ખુશ અન્યથા…આજકાલ દરેક ઘરોમાં મોટાભાગની સુવિધા ઉપલબ્ધ છે..કપડા ધોવાનુ મશીન, મસાલા પીસવા મિક્સર, પાણી ભરવા માટે મોટર, મનોરંજન માટે ટી.વી., વાત કરવા મોબાઈલ છતાં પણ અસંતુષ્ટ….પહેલાં આ કોઈ સુવિધા ન હતી પૂરા મનોરંજન નું સાધન ઘર પરિવાર અને ઘરનાં કામકાજ હતાં, એટલાં માટે ફાલતું વાતો દિમાગમાં આવતી જ નહીં ન છૂટાછેડા ન તો ફાંસી આજકાલ દિવસમાં ત્રણ ચાર વાર અડધો અડધો કલાક મોબાઇલ મા વાત કરવા મંડાણા હોય , કલાકો સિરિયલો માં , બ્યુટી પાર્લર માં સમય વિતાવતા આપણે એવું સાંભળીએ કે જોને ઘરકામમાં થી ફૂરસદ જ ક્યાં મળે છે ત્યારે તો સાલું હસવું આવે છે. છોકરીઓ ને માત્ર એટલું જ કહીશ કે પહેલી વાર સાસરીયુ હોય યા કોલેજ લગભગ બરાબર હોય છે*
થોડું ઘણુ રેગીન્ગ પણ હોય તો સહન કરી લો.સાસરીયામાં આજે જૂનિયર તો કાલે સિનિયર બનશો આજે વહું તો કાલે સાસુ બનશોસમયસર લગ્ન કરી લો.
સ્વભાવ સહનશીલ બનાવો પરિવાર મા નાના મોટા બધા ને સન્માન આપો વ્યાજ સહિત પાછું મળશે.
આત્મઘાતી ન બનો. જીવનમાં ઉતાર ચઢાવ તો આવવાના જ.
સોચો સમજો પછી જ બાદમાં નિર્ણય લો વડીલો ની બરાબર રાય લો. એ જો એના અનુભવો બતાવે ત્યારે તેના પર વિશ્વાસ કરજો.સમાજ ના પ્રત્યેક લોકોને મારુ નમ્ર નિવેદન છે કે સમાજમાં યોગ્ય સમયે વિવાહ થાય ,એ દિશામાં કાર્ય કરો જેમા ખર્ચ ઓછાં હોય, ધનવાન લોકો લગ્ન મા ધન ઉડાડે છે અને તેના અનુકરણમાં ગરીબ બિચારા પીસાય છે…!! સમાપ્ત