
‘પહેલી રોટલી ગાયને’ સંકલ્પ સાથે શહેરની 500 સોસાયટીમાં રોટલી બોક્સ મૂકવામાં આવશે
અત્યાર સુધીમાં 40 સોસાયટીમાં આ પ્રકારના રોટલી બોક્સ મૂકવામાં આવેલ છે
અમદાવાદ : (વસંત મહેતા દ્વારા) વર્ષો પહેલા આપણા પૂર્વજો ‘પહેલી રોટલી ગાય અને કૂતરાની કાઢતા હતા.આ સંકલ્પ સાથે 4 સંસ્થાઓએ ભેગી થઈને ગાય માતા માટે પહેલી રોટલી ગાયની એ સંકલ્પ સાથે અનોખી પહેલ શરૂ કરી છે. શહેરની શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ, મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ, શ્રી જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ , અને જાયન્ટ અમદાવાદ ગોપાલ જોધપુર આ સંસ્થાઓ ભેગી થઈને 6 મહિનામાં શહેરની 500થી વધુ સોસાયટીમાં ગાય માતા માટે રોટલી એકત્રિત કરવા માટેના સ્ટીલ કન્ટેનર તૈયાર કરી મૂકવાની ભાવના છે અત્યાર સુધીમાં શહેરના વિવિધ 40 વિસ્તારની સોસાયટીમાં આ પ્રકારનું રોટલી સાચવવા માટેના કન્ટેનર તૈયાર કરીને મૂકવામાં આવેલ છે. સંસ્થાએ આ પ્રકારના 500 કન્ટેનરનો ઓર્ડર આપવાનુ નક્કી કરેલ છે. નિત્યક્રમ સાંજે સોસાયટી આગળ રોટલીના બોક્સ મા આવેલી રોટલી નજીકના પાંજરાપોળ અથવા સોસાયટીમાં દૂધ આપવા આવતા ગાયો રાખવાવાળા માલધારી સમાજના ભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે.
આ પ્રકારનો વિચાર મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ વિરુભાઈ અલગોતરને આવ્યો હતો, કે હાલ અમદાવાદમાં કોઈ ગાયો રહી નથી અને ઘણા લોકોને પૂર્વના સંસ્કારો હજી પણ છે અને ઘણાને નિયમ પણ છે કે પહેલી રોટલી ગાયને ખવડાવવી તો એ ગાયને ખવડાવવા ક્યાં જાય એટલા માટે સૌપ્રથમ વીરુભાઈ અલગોતરએ પોતાના સંકુલ આગળ એક સ્ટીલનું કન્ટેનર બનાવીને મૂક્યું અને તેની ઉપર લખ્યું કે પહેલી રોટલી ગાયની લખી ફોર કલરમાં સરસ ગાયનું ચિત્ર લગાડીને કન્ટેનર તૈયાર કરી પોતાના સંકુલ આગળ આ પ્રકારનું રોટલી બોક્સ મૂક્યું હતું. દરરોજની 25 રોટલી થી શરૂ થઈ અત્યારે દરરોજની 500 ઉપરાંત રોટલીઓ આ કન્ટેનરમાં આવવા લાગી છે જેમ જેમ લોકોને ખબર પડે છે તેમ રોટલી લોકો વધુમાં વધુ આ કન્ટેનરમાં ગૌમાતાને અર્પણ કરવા આવે છે તો લોકોમાં આ પૂર્વના સંસ્કારો જળવાઈ રહે અને ગૌમાતા પ્રત્યેનો દરેકને આદરભાવ અને સંસ્કાર જળવાઈ રહે તે હેતુથી તેમને વિચાર આવ્યો કે આ સંકલ્પ શહેરના વિવિધ સોસાયટી સુધી પહોંચવો જોઈએ. આ કારણ બાદ 4 સંસ્થાઓએ એકત્રિત થઈને અંતિમ 2 મહિનાથી આ પ્રકારની સેવાકિય પ્રવૃતિ ચાલુ કરવામાં આવેલ છે.
ઇરછુક સોસાયટીને આ પ્રકારનું ‘ગાય રોટલી બોક્સ’ સેટેલાઈટ વિસ્તારમાં આવેલી મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટની ઓફિસ ખાતે અરજી નીચેના નંબર પરwhatsapp કરવાનું રહેશે પછી તમને લેવા બોલાવે એટલે તમારે ઓરીજનલ અરજી લઈને જવાનું રહેશે અરજીમાં એડ્રેસ મોબાઈલ નંબર વગેરે લખવાનો રહેશે તે રીતે આ પ્રકારનું બોક્સ મેળવી શકશે. તેમ જ અત્યાર સુધીમાં 40 જેટલી સોસાયટીમાં મૂકવામાં આવેલ છે રોટલી બોક્સમા આવેલી રોટલીઓ સોસાયટીમાં દૂધ આપવા આવતા માલધારી સમાજના લોકોને આપવામાં આવશે, સાથે સાથે સોસાયટી થી નજીકની પાંજરાપોળમાં આવેલી રોટલી પહોંચડવામાં આવશે. અથવા મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટમાં પહોંચાડવાથી તેઓ ત્યાંથી પાંજરાપોળ પહોંચાડવાની વ્યવસ્થા કરી દે છે
સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર એક બોક્સને તૈયાર કરવા પાછળ 2500થી 3000 હજાર જેટલો ખર્ચ થાય છે, પરંતુ તમામ સોસાયટીને નિ:સુલ્ક રીતે આપવામાં આવશે. તેમ જ તેમણે વધુમાં જણાવ્યુ હતું કે વધુ 500 સ્ટેનડે સ્ટીલ કન્ટેનર તૈયાર કરવાનો સંકલ્પ કરેલ છે, સાથે સાથે સંસ્થામાં સેવા આપતા દરેક સભ્યો પણ આ કાર્ય માટે સેવા આપશે.
અત્યાર સુધીમાં શહેરના વિવિધ 40 જગ્યાએ આ રોટલી બોક્સ જુદી જુદી સોસાયટીમાં પહોંચાડવામાં આવ્યું છે, જેમાં વસ્ત્રાપુર, ચાંદખેડા, સાબરમતી, ડી કેબિન, મોટેરા, રાણીપ, ઘાટલોડીયા, સેટેલાઈટ, પેરણાતીર્થ, પાંજરાપોળ વિસ્તાર, વાસણા તથા વસ્ત્રાલ વિસ્તારમાં પહોચાડવામાં આવ્યું છે. અને એકત્રિત થયેલી રોટલી મોકલવાની પણ વ્યવસ્થા ગોઠવાઈ ગયેલ છે આપને પણ આપની સોસાયટી માં બોક્સ મેળવવું હોય તો સોસાયટીના દરેક સભ્યો સાથે નક્કી કરી નીચેના એડ્રેસથી મેળવી શકશો. મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલ શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ ગોપાલ પ્રેરણાતીર્થ દેરાસર રોડ સેટેલાઈટ અમદાવાદ
સંપર્ક : વીરુભાઈ કે અલગોતરઆવાસ એચબી કાપડિયા સ્કૂલની સામે 9727764694